Apple iPhone યુઝર્સ નવા અપડેટની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એપલ તેના નવા અપડેટ્સમાં માત્ર બગ્સને ઠીક કરતું નથી પરંતુ યુઝર્સને ઘણી નવી સુવિધાઓ પણ આપે છે. Appleએ તાજેતરમાં iPhone માટે iOS 18.2 અપડેટ બહાર પાડ્યું છે. આ અપડેટ સાથે iPhoneમાં ઘણા નવા AI ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. iOS 18.2 અપડેટ સાથે, Appleએ ઘણા iPhones માટે Apple Intelligence માટે સપોર્ટ પૂરો પાડ્યો છે.