Get App

ચીનની હવે ખેર નથી! બાંગ્લાદેશથી બંગાળની ખાડી સુધી ભારતની લોખંડી કિલ્લેબંધી, જળ-જમીન અને આકાશથી ઘેરાશે દુશ્મન

Indian Army: બાંગ્લાદેશ અને ચીનની ચાલને નિષ્ફળ બનાવવા ભારતે કમર કસી છે. હલ્દીયામાં નવો નેવલ બેઝ અને બોર્ડર પર આર્મીની નવી તૈનાતી. જાણો ચીનને ઘેરવા માટે ભારતની માસ્ટરસ્ટ્રોક રણનીતિ વિશે.

MoneyControl Newsઅપડેટેડ Jan 08, 2026 પર 3:54 PM
ચીનની હવે ખેર નથી! બાંગ્લાદેશથી બંગાળની ખાડી સુધી ભારતની લોખંડી કિલ્લેબંધી, જળ-જમીન અને આકાશથી ઘેરાશે દુશ્મનચીનની હવે ખેર નથી! બાંગ્લાદેશથી બંગાળની ખાડી સુધી ભારતની લોખંડી કિલ્લેબંધી, જળ-જમીન અને આકાશથી ઘેરાશે દુશ્મન
બાંગ્લાદેશમાં ભારત વિરોધી માહોલ, ISI અને ચીનની વધતી જતી સક્રિયતાને જોતા ભારતીય આર્મીએ પણ પોતાની રણનીતિ બદલી છે.

China vs India: ચીન હવે ભારત સામે આંખ ઉઠાવીને જોવાની પણ હિંમત નહીં કરે. પાડોશી દેશ બાંગ્લાદેશમાં બદલાયેલી રાજકીય સ્થિતિ અને ત્યાં ચીનની વધતી દખલગીરીને જોતા ભારતે હવે આરપારના મૂડમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. બંગાળની ખાડી હોય કે પછી જમીની સરહદ, ભારતીય સેનાએ જળ, જમીન અને આકાશ એમ ત્રણેય મોરચે દુશ્મનોને ઘેરવાનો પ્લાન બનાવી લીધો છે.

હલ્દીયામાં નેવીનો નવો બેઝ બની રહ્યો છે, તો આર્મી આસામ, બિહાર અને બંગાળમાં નવા કેમ્પ સ્થાપી રહી છે. શિલોંગમાં એરફોર્સ તો પહેલાથી જ તૈનાત છે. આવો જાણીએ ભારતની આ અભેદ કિલ્લેબંધી વિશે વિગતે.

બાંગ્લાદેશ અને ચીનની મેલી મુરાદ

બાંગ્લાદેશમાં 2024માં સત્તા પલટો થયો ત્યારથી ભારત વિરોધી ગતિવિધિઓ વધી છે. ત્યાંની નવી સરકાર પર કટ્ટરપંથીઓના દબાણના આરોપ છે. આ અસ્થિરતાનો લાભ ઉઠાવીને ચીન પોતાની ચાલ રમી રહ્યું છે. બાંગ્લાદેશની વર્તમાન સરકારે ચીનને જુના એરબેઝ જોવાના બહાને બોલાવીને ભારતને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, સિલીગુડી કોરિડોર (ચિકન નેક)ને લઈને પણ ભારતને ધમકાવવાના પ્રયાસો થયા છે. ચીન ચોરીછૂપીથી બંગાળની ખાડીમાં પણ પગપેસારો કરવાની ફિરાકમાં છે. પરંતુ ભારતે હવે આ તમામ નાપાક ઈરાદાઓ પર પાણી ફેરવવાની તૈયારી કરી લીધી છે.

હલ્દીયામાં કેમ બની રહ્યો છે નવો નેવલ બેઝ?

ભારતીય નેવીનું ઈસ્ટર્ન કમાન્ડનું હેડક્વાર્ટર વિશાખાપટ્ટનમમાં છે અને અંદમાન-નિકોબારમાં પણ નેવીનો બેઝ છે. પરંતુ હવે પશ્ચિમ બંગાળના હલ્દીયામાં નવો નેવલ બેઝ બનાવવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. હલ્દીયામાં કોસ્ટ ગાર્ડનું સ્ટેશન તો છે જ, પણ હવે અહીં નેવીના આવવાથી ભારતને મોટી વ્યૂહાત્મક તાકાત મળશે.

હલ્દીયા બાંગ્લાદેશ અને મ્યાનમારની નજીક હોવાથી, અહીં નેવલ બેઝ બનવાનો સીધો અર્થ એ છે કે ભારત બંગાળની ખાડીના ઉપરના ભાગમાં પોતાની પકડ મજબૂત કરશે. અહીં ભારતીય નેવીના આધુનિક યુદ્ધ જહાજો હંમેશા તૈયાર રહેશે, જેથી દુશ્મનની કોઈપણ હિલચાલ પર તુરંત જડબાતોડ જવાબ આપી શકાય.

બધા સમાચાર

+ વધુુ વાંચો