Get App

BRICS Summit 2026: 'ટેક્નોલોજી અને ખનિજોને હથિયાર ન બનાવો', સમિટમાં પીએમ મોદીએ દુનિયાને આપ્યો કડક સંદેશ

BRICS Summit 2026માં પીએમ મોદીએ સ્પષ્ટ ચેતવણી આપી કે ટેક્નોલોજી અને ખનિજોનો હથિયાર તરીકે ઉપયોગ ન થવો જોઈએ. જાણો ગ્લોબલ સાઉથ અને સપ્લાય ચેન અંગે શું લેવાયા મોટા નિર્ણયો.

MoneyControl Newsઅપડેટેડ Sep 13, 2026 પર 3:23 PM
BRICS Summit 2026: 'ટેક્નોલોજી અને ખનિજોને હથિયાર ન બનાવો', સમિટમાં પીએમ મોદીએ દુનિયાને આપ્યો કડક સંદેશBRICS Summit 2026: 'ટેક્નોલોજી અને ખનિજોને હથિયાર ન બનાવો', સમિટમાં પીએમ મોદીએ દુનિયાને આપ્યો કડક સંદેશ
પીએમ મોદીએ દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અને જિયોપોલિટિકલ તણાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની સૌથી ખરાબ અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે.

BRICS Summit 2026 : રવિવારે, 13 સપ્ટેમ્બરના રોજ BRICS સમિટ 2026 ના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક મંચ પરથી એક અત્યંત કડક અને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. દુનિયાના શક્તિશાળી નેતાઓની હાજરીમાં પીએમ મોદીએ કહ્યું કે, કોઈપણ દેશે પોતાનો દબદબો બનાવવા કે રણનીતિક દબાણ ઊભું કરવા માટે 'ટેક્નોલોજી અને જરૂરી ખનિજોનો હથિયાર તરીકે ઉપયોગ' કરવો જોઈએ નહીં. આવી હરકતો વિશ્વની પ્રગતિ અને સમૃદ્ધિના રસ્તામાં મોટો અડચણ ઊભી કરે છે.

સામાન્ય માણસ પર પડે છે સીધી અસર

પીએમ મોદીએ દુનિયામાં ચાલી રહેલા યુદ્ધો અને જિયોપોલિટિકલ તણાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેની સૌથી ખરાબ અસર સામાન્ય લોકોના જીવન પર પડી રહી છે. કોરોના મહામારી, ક્લાઈમેટ ચેન્જની આફતો અને સપ્લાય ચેન તૂટવા જેવી ઘટનાઓએ સાબિત કરી દીધું છે કે આજની આ જોડાયેલી દુનિયામાં કોઈપણ સંકટ માત્ર એક વિસ્તાર પૂરતું સીમિત રહેતું નથી, તેની અસર આખી દુનિયાને ભોગવવી પડે છે.

'ગ્લોબલ સાઉથ' નો BRICS પર ભરોસો વધ્યો

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ 'ગ્લોબલ સાઉથ' પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "હું મારા અંગત અનુભવ પરથી કહી શકું છું કે બ્રિક્સમાં ગ્લોબલ સાઉથના દેશોનો વિશ્વાસ વધ્યો છે. કારણ કે અહીં તેમનો અવાજ સાંભળવામાં આવે છે, તેમના અનુભવોનું સન્માન થાય છે અને ઉકેલ માત્ર તેમના માટે જ નહીં, પરંતુ તેમની સાથે મળીને તૈયાર કરવામાં આવે છે."

બધા સમાચાર

+ વધુુ વાંચો