International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન) નિમિત્તે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ શહેરના આર કે બીચથી ભોગાપુરમ સુધીના 26 કિમી લાંબા કોરિડોરમાં આયોજિત કરવામાં આવશે. ત્યાં ત્રણ લાખથી વધુ લોકો એકસાથે યોગ કરી શકશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ સવારે 6:30 થી 8 વાગ્યા સુધી ચાલશે. આ કાર્યક્રમ એવી રીતે આયોજિત કરવામાં આવશે કે 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ' સહિત અનેક રેકોર્ડ સ્થાપિત થશે.