ભારતમાં સ્થૂળતા ઝડપથી વિકસતી સમસ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સ્થૂળતા એક મહામારીની જેમ ફેલાઈ છે. જીન્સ હોય કે ખોરાક હોય કે બીજું કંઈક... ભારતીયોને સ્થૂળતા તરફ ધકેલી દેવાનું કારણ શું છે? અહેવાલો અનુસાર, વર્ષ 1990માં ભારતમાં માત્ર 12 ટકા મહિલાઓ અને 8 ટકા પુરુષો મેદસ્વી હતા અને તેમાંથી 15થી 24 વર્ષની વયના યુવાનોની સંખ્યા માત્ર 73 લાખ હતી. પરંતુ વર્ષ 2021માં આ વયજૂથના 2 કરોડ 98 લાખ યુવાનો સ્થૂળતાનો શિકાર બન્યા અને આજે 2025માં ભારતના 10 કરોડથી વધુ લોકોનું વજન વધારે છે અને સ્થૂળતાએ તેમને ચારે બાજુથી ઘેરી લીધા છે.