Get App

Meta App: આ અમેરિકન કંપનીએ TikTokને આપ્યો મોટો ઝટકો, આ એપ થઈ સૌથી વધુ ડાઉનલોડ

Meta App: ઇન્સ્ટાગ્રામ વિશ્વમાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે અને તેણે TikTokને પાછળ છોડી દીધું છે. આ એપની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે કે 2023માં તેણે તેના ચાઈનીઝ હરીફ કરતા વધુ નવા યુઝર્સ ઉમેર્યા.

MoneyControl Newsઅપડેટેડ Mar 14, 2024 પર 11:15 AM
Meta App: આ અમેરિકન કંપનીએ TikTokને આપ્યો મોટો ઝટકો, આ એપ થઈ સૌથી વધુ ડાઉનલોડMeta App: આ અમેરિકન કંપનીએ TikTokને આપ્યો મોટો ઝટકો, આ એપ થઈ સૌથી વધુ ડાઉનલોડ
Meta App: ઇન્સ્ટાગ્રામની જોરદાર છલાંગ

Meta App: એક રિપોર્ટ અનુસાર, ઈન્સ્ટાગ્રામ દુનિયામાં સૌથી વધુ ડાઉનલોડ થનારી એપ બની ગઈ છે અને તેણે TikTokને પાછળ છોડી દીધું છે. આ એપની વધતી જતી લોકપ્રિયતા દર્શાવે છે કે 2023માં તેણે તેના ચાઈનીઝ હરીફ કરતા વધુ નવા યુઝર્સ ઉમેર્યા. માર્કેટ રિસર્ચ કંપની સેન્સર ટાવરના ડેટાને ટાંકીને ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે 2023માં ઈન્સ્ટાગ્રામ ડાઉનલોડની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીમાં 20%નો વધારો થયો છે અને આ આંકડો 768 મિલિયન સુધી પહોંચી ગયો છે.

ઇન્સ્ટાગ્રામની જોરદાર છલાંગ

TikTokના ડાઉનલોડ્સમાં પણ થોડો વધારો થયો છે. ચીનની કંપની ByteDanceની આ એપને ગયા વર્ષની સરખામણીમાં 4% વધુ લોકોએ ડાઉનલોડ કરી છે. પરંતુ હજુ પણ ઇન્સ્ટાગ્રામ ઘણું આગળ વધી ગયું છે. રસપ્રદ વાત એ છે કે, Instagram એ TikTok ની કેટલીક ફિચર્સ અપનાવી છે, જેમ કે 'રીલ્સ', ટૂંકા વિડિઓ ક્લિપ્સ શેર કરવા માટેની સુવિધા. વર્ષ 2020માં આવેલ આ ફીચર બિલકુલ TikTok જેવું છે. આવી વિશેષતાઓને કારણે જ ઘણા લોકો, ખાસ કરીને જનરલ ઝેડ (2000 પછી જન્મેલા યુવાનો), TikTok તરફ આકર્ષાયા હતા.

સેન્સર ટાવર નિષ્ણાત અબ્રાહમ યુસેફે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઇન્સ્ટાગ્રામ વધુને વધુ લોકપ્રિય બન્યું છે. આનું કારણ એ છે કે લોકોએ ઇન્સ્ટાગ્રામના નવા 'રીલ્સ' ફીચરને ખૂબ પસંદ કર્યું છે, તેની સાથે અન્ય જૂની સોશિયલ મીડિયા વસ્તુઓ જેમ કે ફોટા શેર કરવા અને લોકો સાથે કનેક્ટ થવું પણ Instagram પર સરળતાથી કરી શકાય છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો