મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (MAHSR) પ્રોજેક્ટને ઝડપથી આગળ ધપાવતી નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)એ એક મહત્વપૂર્ણ અપડેટ જાહેર કર્યું છે. NHSRCLએ જણાવ્યું કે ટૂંક સમયમાં આ કોરિડોર પર રાઇડરશિપ (મુસાફરોના પ્રવાસ અનુભવ) અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ અભ્યાસ માટે ઓનલાઈન ટેન્ડર પણ આમંત્રિત કરવામાં આવ્યા છે, જેની બોલી જમા કરવાની અંતિમ તારીખ 2 જૂન 2025 નક્કી કરવામાં આવી છે, જ્યારે તકનીકી બોલીઓ 3 જૂનથી ખોલવામાં આવશે.