Odisha Train Accident: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI), ઓડિશામાં 2 જૂને થયેલા ભયાનક ટ્રેન અકસ્માતની તપાસ કરી રહી છે, સોમવારે બાલાસોરમાં સોરો સેક્શન સિગ્નલ જુનિયર એન્જિનિયર (JE) ના ઘરને સીલ કરી દીધું હતું. બાલાસોરમાં ભાડાના મકાનમાં રહેતા એન્જિનિયરની તાજેતરમાં તપાસ એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી, પરંતુ હવે તે તેના પરિવાર સાથે ગુમ થઈ ગયો છે. અધિકારીઓએ જણાવ્યું કે બહાનાગા રેલ્વે સ્ટેશન (બાલાસોર) પર અકસ્માત બાદ સીબીઆઈ દ્વારા સિગ્નલ જેઈની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારથી તે તેના પરિવાર સાથે ગુમ છે. હાલ તેની શોધખોળ ચાલુ છે.

