Gujarat monsoon: ગુજરાતમાં નૈઋત્ય ચોમાસું આવે તે પહેલાં પ્રી-મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, 22થી 26 મે દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી લઈને ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન અરબ સાગરમાં એક વરસાદી સિસ્ટમ બની રહી છે, જે ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન અથવા વાવાઝોડા (સાયક્લોન) સુધી પહોંચી શકે છે. આની અસરથી ગુજરાતમાં એક સપ્તાહ સુધી વરસાદી એક્ટિવિટી રહેવાની આશા છે.