Raja Raghuvanshi Last Video: આખા દેશને હચમચાવી નાખનારા રાજા રઘુવંશી હત્યા કેસમાં હજુ પણ ઘણા ખુલાસા થઈ રહ્યા છે. જોકે, આ હત્યાનું રહસ્ય ઉકેલાઈ ગયું છે અને રાજા રઘુવંશીની હત્યાના આરોપી સોનમને 19 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવી છે. સોનમ અને રાજ કુશવાહ સહિત રાજા રઘુવંશી હત્યા કેસના તમામ આરોપીઓ 19 જૂન સુધી પોલીસ રિમાન્ડ પર છે. હવે આ કેસ સાથે જોડાયેલો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ઇન્દોરના રાજા અને સોનમ મેઘાલયમાં ટ્રેકિંગ કરતા જોવા મળી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો 23 મેનો છે અને તે જ દિવસનો છે જ્યારે બંને ગુમ થયા હતા. આ વીડિયો તે જ વિસ્તારમાં રહેતા બીજા ટ્રેકરે રેકોર્ડ કર્યો હતો.