Ranveer allahbadia controversy: સુપ્રીમ કોર્ટે અશ્લીલ ટિપ્પણી કેસમાં રણવીર અલ્લાહબાદિયાને ઠપકો આપ્યો છે અને તેમને પોતાનો પાસપોર્ટ જમા કરાવવા કહ્યું છે. થોડા દિવસો પહેલા, યુટ્યુબર અને પોડકાસ્ટરે સમય રૈનાના શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં માતાપિતા વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના કારણે દેશભરમાં હોબાળો મચી ગયો છે અને તપાસ ચાલી રહી છે. રણવીર અલ્લાહબદિયા વિરુદ્ધ દેશના અલગ-અલગ ભાગોમાં અનેક FIR નોંધવામાં આવી હતી. તાજેતરમાં, યુટ્યુબરે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી હતી જેમાં અપીલ કરવામાં આવી હતી કે તેની સામેની તમામ એફઆઈઆરને એકસાથે જોડવામાં આવે. તેમણે વહેલી સુનાવણીની માંગ પણ કરી હતી.