Get App

Apple Big Reveal: 9 સપ્ટેમ્બરે લોન્ચ થશે અત્યાર સુધીનો સૌથી દમદાર iPhone 18 Pro Max, જાણો કિંમત અને ફિચર્સ

એપલ લવર્સ માટે ખુશખબર! 9 સપ્ટેમ્બરે નવો iPhone 18 Pro Max લોન્ચ થઈ રહ્યો છે. પાવરફુલ A20 ચિપસેટ, બેસ્ટ કેમેરા અને દમદાર બેટરી સાથે આવતા આ ફોનની ભારતમાં કિંમત જાણો.

MoneyControl Newsઅપડેટેડ Aug 30, 2026 પર 1:43 PM
Apple Big Reveal: 9 સપ્ટેમ્બરે લોન્ચ થશે અત્યાર સુધીનો સૌથી દમદાર iPhone 18 Pro Max, જાણો કિંમત અને ફિચર્સApple Big Reveal: 9 સપ્ટેમ્બરે લોન્ચ થશે અત્યાર સુધીનો સૌથી દમદાર iPhone 18 Pro Max, જાણો કિંમત અને ફિચર્સ
લેટેસ્ટ રિપોર્ટ્સ અનુસાર, ભારતીય માર્કેટમાં iPhone 18 Pro Max ની શરૂઆતી કિંમત 1,54,900 થી લઈને 1,59,900 રૂપિયાની વચ્ચે હોઈ શકે છે. આ કિંમત તેને અત્યાર સુધીનો સૌથી પ્રીમિયમ આઈફોન બનાવે છે.

Apple Big Reveal: એપલના ચાહકો જે ઘડીની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે સમય હવે સાવ નજીક આવી ગયો છે. 9 સપ્ટેમ્બરે કંપનીનો સૌથી મોટો મેગા ઈવેન્ટ યોજાવા જઈ રહ્યો છે. આ ઈવેન્ટમાં કંપની પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Pro Max સત્તાવાર રીતે માર્કેટમાં ઉતારશે. નવા આઈફોનના લુક અને ફિચર્સ વિશે દુનિયાભરમાં અત્યારથી જ ભારે ચર્ચા જાગી છે.

પહેલી નજરે જોતાં આ ફોન કદાચ જૂના મોડલ જેવો જ લાગશે, પરંતુ લેટેસ્ટ લીક્સ અને રિપોર્ટ્સનું માનીએ તો એપલે આ વખતે ફોનના પ્રોસેસર, કેમેરા અને બેટરીમાં જબરદસ્ત ફેરફારો કર્યા છે. ચાલો જાણીએ લોન્ચ પહેલાં જ લીક થયેલી આ પ્રીમિયમ સ્માર્ટફોનની તમામ ખાસિયતો.

કેવો હશે નવો ડિઝાઇન અને ડિસ્પ્લે?

નવા iPhone 18 Pro Max માં 6.9-ઇંચની વિશાળ અને એકદમ પ્રીમિયમ ડિસ્પ્લે જોવા મળી શકે છે. પાછળના ભાગમાં નવા કેમેરા હાર્ડવેરને કારણે કેમેરા બમ્પ થોડો જાડો હોઈ શકે છે. આ ઉપરાંત, મોટી બેટરી અને એડવાન્સ કૂલિંગ સિસ્ટમને કારણે ફોનની જાડાઈમાં થોડો વધારો જોવા મળી શકે છે.

બેટરી બચાવવા માટે કંપની તેમાં એડવાન્સ LTPO પેનલનો ઉપયોગ કરશે, જે સ્ક્રીનની બ્રાઈટનેસ ઘટાડ્યા વિના પાવર બચાવશે. એવા પણ અહેવાલો છે કે આ વખતે 'ડાયનેમિક આઇલેન્ડ' ની સાઇઝ પહેલા કરતા નાની કરવામાં આવશે.

કેમેરામાં મોટો ફેરફાર: મળશે વેરિએબલ અપર્ચર

ફોટોગ્રાફીના શોખીનો માટે એપલ આ વખતે કંઈક નવું લાવી રહ્યું છે. લીક્સ મુજબ, કંપની નવા આઈફોનમાં 'વેરિએબલ અપર્ચર' પ્રાઇમરી કેમેરા ટેસ્ટ કરી રહી છે. આનાથી કેમેરાનો લેન્સ આસપાસના પ્રકાશ મુજબ પોતાની જાતે જ એડજસ્ટ થઈ જશે, જેનાથી કોઈપણ વાતાવરણમાં બેસ્ટ ફોટોગ્રાફી કરી શકાશે. ટેલિફોટો કેમેરા પણ પહેલા કરતા વધુ વાઈડ હશે અને નવો સેન્સર ઓછા અજવાળામાં પણ શાનદાર રિઝલ્ટ આપશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો