ગુજરાત સરકારે રાજ્યના રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે બે નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 હાઈસ્પીડ કોરિડોરના નિર્માણની યોજના જાહેર કરી છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યમાં યાતાયાત અને પરિવહનના અનુભવને સંપૂર્ણપણે બદલી નાખશે. ‘ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર’ પ્રોજેક્ટ હેઠળ રુપિયા 1,020 કરોડના ખર્ચે 1,367 કિલોમીટર લાંબા 12 હાઈસ્પીડ કોરિડોરનું નિર્માણ થશે. આ ઉપરાંત, હાઈવે પર ટ્રાફિક જામ ઘટાડવા અને નવા ટ્રાન્સપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે રુપિયા 24,705 કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે.