Vastu tips for Temple in house: ઘરનું મંદિર પરિવારની સુખ શાંતિ અને સમૃદ્ધિનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે. આધ્યાત્મિક ચેતનાને જાગૃત કરવાનું હોય, માનસિક શાંતિ પ્રાપ્ત કરવાની હોય, ઇષ્ટ દેવની કૃપા મેળવવાની હોય કે પછી આત્મબળ પ્રાપ્ત કરવાનું હોય, આ બધા માટે મંદિર અથવા પૂજા સ્થાન શ્રેષ્ઠ જગ્યા છે. ઘરના મંદિરમાં કેટલીક એવી વસ્તુઓ રાખવી જોઈએ, જેનાથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. તેઓ પ્રસન્ન થઇ જીવનમાં ધન, સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે છે. શ્રી કલ્લાજી વૈદિક વિશ્વવિદ્યાલયના જ્યોતિષ ડો. મૃત્યુજંય તિવારી પાસે જાણીએ કે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મંદિરમાં કઈ 7 વસ્તુઓ રાખવી જોઈએ.

