ભારત અને ચીન વચ્ચેના સરહદી વિવાદને કારણે ભારતીય ઈલેક્ટ્રોનિક્સ કંપનીઓને છેલ્લા 4 વર્ષમાં લગભગ રૂપિયા 1.25 લાખ કરોડ ($15 બિલિયન)નું ઉત્પાદન નુકસાન થયું છે. આ સિવાય લગભગ 1 લાખ નોકરીઓ પણ ઓછી સર્જાઈ છે. ચીનના નાગરિકોને વિઝા આપવામાં ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા લાંબા વિલંબ અને દેશમાં કાર્યરત ચીની કંપનીઓની તપાસ વચ્ચે આ આંકડો સામે આવ્યો છે. વિવિધ મંત્રાલયોને આપવામાં આવેલી માહિતી અનુસાર, ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઈન્ડસ્ટ્રીએ જણાવ્યું હતું કે ભારતને 10 બિલિયન ડોલર (રૂપિયા 83,550 કરોડ)ની નિકાસ અને 2 બિલિયન ડોલરનું મૂલ્ય વધારાનું નુકસાન થયું છે.

