Get App

મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અધવચ્ચેથી જ ફ્લાઇટને કરાઈ ડાયવર્ટ

એર ઈન્ડિયાની એક ફ્લાઈટને બોમ્બની ધમકી મળી હતી, ત્યારબાદ તેને દિલ્હી તરફ વચ્ચોવચ વાળવામાં આવી હતી.

MoneyControl Newsઅપડેટેડ Oct 14, 2024 પર 10:15 AM
મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અધવચ્ચેથી જ ફ્લાઇટને કરાઈ ડાયવર્ટમુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, અધવચ્ચેથી જ ફ્લાઇટને કરાઈ ડાયવર્ટ
એર ઈન્ડિયાની ફ્લાઈટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

એર ઈન્ડિયાની ફ્લાઈટને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટને બોમ્બની ધમકી મળી છે, ત્યાર બાદ તેને દિલ્હી તરફ વાળવામાં આવી છે. ફ્લાઈટનું ટૂંક સમયમાં જ આઈજીઆઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ જાણકારી દિલ્હી પોલીસે આપી છે.

ટ્વીટ કરી ધમકી આપી

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બની ધમકી મળ્યા બાદ એર ઈન્ડિયાની ફ્લાઈટ જે મુંબઈથી ન્યૂયોર્ક જઈ રહી હતી તેને સુરક્ષાના કારણોસર દિલ્હી ડાયવર્ટ કરવામાં આવી છે. વિમાન હાલમાં IGI એરપોર્ટ પર છે. આ ફ્લાઇટમાં કુલ 239 મુસાફરો સવાર હતા, તમામ મુસાફરો અને ફ્લાઇટ ક્રૂને ફ્લાઇટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે અને પ્લેનમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ધમકી ટ્વીટ દ્વારા આપવામાં આવી છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો