થોડા દિવસોમાં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે મતદાન થવાનું છે. જો કે આ દરમિયાન ફરી એકવાર પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પની નજીક ફાયરિંગ થયું છે. અમેરિકાની ગુપ્તચર સર્વિસે કહ્યું છે કે તે આ મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પ આ સપ્તાહના અંતમાં વેસ્ટ કોસ્ટ ટૂરથી ફ્લોરિડા પરત ફર્યા હતા. આ ઘટના અહીં જ બની હતી.

