Get App

E20 પેટ્રોલની મોટી અસર! માઇલેજ ઘટતા લોકો EV અને CNG ગાડીઓ પર તૂટી પડ્યા, વેઇટિંગ પિરિયડ 6 મહિને પહોંચ્યો

E20 petrol impact: E20 પેટ્રોલથી માઇલેજ ઘટતા ગ્રાહકો EV અને CNG કાર્સ તરફ વળ્યા છે. Tata, Mahindra અને Maruti ની ગાડીઓ પર 6 મહિના સુધીનું વેઇટિંગ છે. જાણો લેટેસ્ટ માર્કેટ ટ્રેન્ડ.

MoneyControl Newsઅપડેટેડ Sep 01, 2026 પર 1:03 PM
E20 પેટ્રોલની મોટી અસર! માઇલેજ ઘટતા લોકો EV અને CNG ગાડીઓ પર તૂટી પડ્યા, વેઇટિંગ પિરિયડ 6 મહિને પહોંચ્યોE20 પેટ્રોલની મોટી અસર! માઇલેજ ઘટતા લોકો EV અને CNG ગાડીઓ પર તૂટી પડ્યા, વેઇટિંગ પિરિયડ 6 મહિને પહોંચ્યો
EV અને CNG વાહનોની માંગ અચાનક એટલી વધી ગઈ છે કે કંપનીઓના સપ્લાય પર મોટું દબાણ ઊભું થયું છે. માર્કેટ રિપોર્ટ્સ મુજબ, E20 પેટ્રોલની નકારાત્મક અસરોને કારણે EV અને CNG વાહનોની ઇન્ક્વાયરી તેમજ બુકિંગમાં 30% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.

E20 petrol impact: હાલમાં ઓટોમોબાઇલ બજારમાં E20 પેટ્રોલ ઇથેનોલ બ્લેન્ડેડને લઈને વાહન ચાલકોમાં ભારે ચર્ચા છે. E20 પેટ્રોલના ઉપયોગથી ગાડીઓનું માઇલેજ ઘટી રહ્યું છે અને મેન્ટેનન્સ ખર્ચ વધી રહ્યો છે તેવી સતત ફરિયાદો મળી રહી છે. આ સમસ્યાના કારણે કાર ખરીદનારા ગ્રાહકોનો મિજાજ એકદમ બદલાઈ ગયો છે. હવે લોકો સામાન્ય પેટ્રોલ ગાડીઓ છોડીને ઇલેક્ટ્રિક અને CNG વાહનો તરફ ઝડપથી વળી રહ્યા છે.

ઇન્ક્વાયરી અને બુકિંગમાં 30%નો મોટો ઉછાળો

EV અને CNG વાહનોની માંગ અચાનક એટલી વધી ગઈ છે કે કંપનીઓના સપ્લાય પર મોટું દબાણ ઊભું થયું છે. માર્કેટ રિપોર્ટ્સ મુજબ, E20 પેટ્રોલની નકારાત્મક અસરોને કારણે EV અને CNG વાહનોની ઇન્ક્વાયરી તેમજ બુકિંગમાં 30% થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. આ આંકડો સામાન્ય પેટ્રોલ-ડીઝલ ગાડીઓની સરખામણીમાં બમણાથી પણ વધુ છે. 5 મહિના પહેલા જે ગાડીઓ પર માત્ર 1 મહિનાનું વેઇટિંગ હતું, તેના પર હવે 3 થી 4 મહિના રાહ જોવી પડે છે.

કઈ ગાડીઓ પર કેટલું છે વેઇટિંગ પિરિયડ?

લોકો સસ્તા અને પોસાય તેવા EV તેમજ CNG મોડેલ પર વધુ પસંદગી ઉતારી રહ્યા છે. હાલની સ્થિતિ પર નજર કરીએ તો લોકપ્રિય ગાડીઓ પર લાંબુ વેઇટિંગ ચાલી રહ્યું છે:

Mahindra XEV 9S: આ ઇલેક્ટ્રિક કારની બજારમાં સૌથી વધુ ચર્ચા છે. ગ્રાહકોએ આ મોડેલની ડિલિવરી માટે લગભગ 6 મહિના સુધી રાહ જોવી પડી રહી છે.

Tata EV મોડેલ્સ: બજેટ ફ્રેન્ડલી વેરિઅન્ટ્સની ભારે ડિમાન્ડ છે. Tata Punch EV Smart 30 અને Tata Sierra EVના Pure 65 જેવા મોડેલ્સ પર 12થી 24 અઠવાડિયા સુધીનું વેઇટિંગ છે. જ્યારે Tiago EV અને Punch EVના અન્ય વેરિઅન્ટ્સ પર 18થી 24 અઠવાડિયાનું વેઇટિંગ ચાલી રહ્યું છે. જોકે, મોંઘા વેરિઅન્ટ્સ 4 થી 6 અઠવાડિયામાં મળી રહ્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો