દેશની સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે આજે તેની 'મેડ-ઈન-ઈન્ડિયા' SUV Fronxને જાપાનમાં એક્સપોર્ટ કરવાનું શરૂ કર્યું છે. Fronx જાપાનમાં લોન્ચ થનારી મારુતિ સુઝુકીની પ્રથમ SUV હશે. માહિતી આપતાં કંપનીએ જણાવ્યું હતું કે Fronxનું પ્રોડક્શન મારુતિ સુઝુકીના અત્યાધુનિક ગુજરાત પ્લાન્ટમાં કરવામાં આવે છે. શરૂઆતમાં, જાપાન માટે 1,600 કરતાં વધુ Fronx SUVનું પ્રથમ કન્સાઈનમેન્ટ ગુજરાતના પીપાવાવ બંદરેથી રવાના થયું છે.