RBI New Rules: દેશમાં સોના અને ચાંદીના વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે એક મોટા અને ચિંતાજનક સમાચાર આવ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બુલિયન એટલે કે સોના-ચાંદીની આયાત ને લઈને નિયમો કડક કરી દીધા છે. RBI એ સોનું અને ચાંદી મંગાવવા માટે કરવામાં આવતા 'એડવાન્સ રેમિટન્સ' એટલે કે માલ મળતા પહેલા અગાઉથી પૈસા ચૂકવવા પર રોક લગાવી દીધી છે. આ નિર્ણય બાદ બુલિયન વેપારીઓ અને ઈમ્પોર્ટર્સમાં દોડધામ મચી ગઈ છે.

