Russia Luna-25: ભારતનું ચંદ્રયાન-3 મિશન ઇતિહાસ લખવાથી માત્ર એક ડગલું દૂર છે. આ દરમિયાન રશિયાનું મિશન મૂન લુના-25 નિષ્ફળ ગયું છે. એવું નોંધવામાં આવે છે કે લુના-25 તેની ભ્રમણકક્ષા બદલતી વખતે ખામી સર્જાયા બાદ ચંદ્રની સપાટી પર ક્રેશ થયું હતું. જર્મનીના ડીડબ્લ્યુ ન્યૂઝે સ્પેસ કોર્પોરેશન રોસકોસમોસને ટાંકીને આ માહિતી આપી છે. જ્યારે ભારતનું ચંદ્રયાન-3 મિશન સંપૂર્ણપણે નિશ્ચિત રૂટ પર છે. રશિયાના લુના-25 મૂન મિશનની નિષ્ફળતા બાદ હવે સમગ્ર વિશ્વની આશા ભારતના ચંદ્રયાન-3 પર ટકેલી છે.

