Gujarat University Students: ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ પઢવા બાબતે વિદેશી વિદ્યાર્થીઓ સાથે બોલાચાલી થતાં સાત અફઘાન વિદ્યાર્થીઓને હોસ્ટેલનો રૂમ ખાલી કરવા કહેવામાં આવ્યું છે. માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે આમાંથી 5 વિદ્યાર્થીઓએ હોસ્ટેલ ખાલી કરી દીધી છે. તમને જણાવી દઈએ કે ગયા મહિને જ કેટલાક વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલ પરિસરમાં ખુલ્લામાં નમાઝ પઢવાને લઈને હંગામો થયો હતો. આ દરમિયાન બહારથી આવેલા 20-25 લોકોએ વિદ્યાર્થીઓને માર માર્યો હતો અને તોડફોડ કરી હતી. પોલીસે આ મામલામાં 25 લોકો વિરુદ્ધ FIR પણ નોંધી છે. આ મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો હતો, ત્યારબાદ અફઘાનિસ્તાનના એક પ્રતિનિધિમંડળે પણ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

