કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પટોલે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલે પર ચૂંટણી પ્રચાર દરમિયાન ‘ગેરકાયદે બિટકોઈન પ્રવૃત્તિઓ"માં સામેલ હોવાનો આરોપ લગાવ્યા બાદ બિટકોઈન અને ક્રિપ્ટોકરન્સી ફરી સમાચારોમાં આવી છે. સીબીઆઈએ ગૌરવ મહેતાને સમન્સ પાઠવ્યું છે અને તેમને બિટકોઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ કૌભાંડ કેસમાં પૂછપરછમાં સામેલ થવા જણાવ્યું છે. જો કે હજુ સુધી ગૌરવ મહેતા તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. બિટકોઈન ઈન્વેસ્ટમેન્ટ સ્કીમમાં લોકો સામે છેતરપિંડીના કેસમાં સીબીઆઈએ મોટી કાર્યવાહી કરી છે. સીબીઆઈએ અજય ભારદ્વાજ, અમિત ભારદ્વાજ અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સીબીઆઈ પહેલા રાજ્યની પોલીસે દેશભરમાં આ કૌભાંડમાં એફઆઈઆર નોંધી હતી.

