Cyclone Tej News: વેધર મોડલ અનુમાન લગાવી રહ્યા છે કે અરબી સમુદ્રના દક્ષિણપૂર્વીય ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણની સ્થિતિ સર્જાઈ રહી છે. જો કે, કોઈપણ નક્કર અંદાજ માટે તે ખૂબ વહેલું છે. ખાનગી હવામાન એજન્સી SkymetWeather એ જણાવ્યું છે કે વિષુવવૃત્તની બાજુમાં અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વીય ભાગોમાં સ્થિતિ નિર્માણ થઈ રહી છે, જ્યાં સકારાત્મક IOD અને ગરમ હિંદ મહાસાગર પર નજીવો અનુકૂળ MJO નું સંયોજન ટૂંક સમયમાં ચક્રવાત વિક્ષેપ પેદા કરી શકે છે.'

