ઈઝરાયલની સેનાએ બેરૂતના દક્ષિણી ઉપનગરો પર જોરદાર હવાઈ હુમલો કર્યો છે. લેબનોનમાં હિઝબુલ્લાહ-નિયંત્રિત પ્રદેશ પર આ અત્યાર સુધીનો સૌથી ભારે હુમલો છે. ઈઝરાયલી સેનાએ આ હુમલો લેબેનોનના મધ્ય ભાગમાં કર્યો હતો, જ્યાં 20થી વધુ લોકો માર્યા ગયા હતા. લેબનોનના દક્ષિણી ઉપનગરોમાં મંગળવારે સવારે લગભગ એક ડઝન હુમલા શરૂ થતાં બેરૂતમાં ધુમાડો ફેલાયો હતો.

