Defense Budget: એક તરફ જ્યાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ મોટા દેશોને તેમના ડિફેન્સ બજેટમાં ઘટાડો કરવાની અપીલ કરી રહ્યા છે, તો બીજી તરફ ચીન તેમના ડિફેન્સ બજેટમાં ઘટાડો કરવાને બદલે તેને વધારવા પર ભાર મૂકી રહ્યું છે. ચીનના વડા પ્રધાને જાહેરાત કરી છે કે તેઓ તેમના દેશના ડિફેન્સ બજેટને $249 બિલિયન સુધી વધારવા જઈ રહ્યા છે. ટ્રમ્પની અપીલ હતી કે રશિયા અને ચીન જેવા મોટા દેશોએ તેમના ડિફેન્સ બજેટમાં 50 ટકાનો ઘટાડો કરવો જોઈએ, જેથી તેઓ તેમના દેશના ડિફેન્સ બજેટમાં પણ એટલી જ રકમનો ઘટાડો કરી શકે અને "ટેક્ષપેયર્સના પૈસા અન્ય દેશોની સુરક્ષા પર ખર્ચાતા બચાવી શકે."