Delhi flood: દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. રાજધાનીમાં યમુનાનું જળલેવલ સવારે 5 વાગ્યા સુધી પલ્લા ગામની આસપાસના વિસ્તારમાં 212.70 મીટરે પહોંચી ગયું છે. બીજી તરફ દિલ્હીના ITO ખાતે સવારે 6 વાગ્યે યમુનાનું જળલેવલ 208.46 મીટરે પહોંચી ગયું છે. જોકે, બુધવારે રાત્રે 11 વાગ્યે યમુનાનું જળલેવલ વધીને 208.08 મીટર થઈ ગયું હતું. દિલ્હી શહેરમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. યમુનામાં પાણીનું લેવલ 1978ના લેવલને વટાવી ગયું છે. 45 વર્ષ પહેલા દિલ્હીમાં ભયંકર પૂર આવ્યું હતું. હવે રાજ્ય સરકારને પણ ગંભીર સ્થિતિનો અહેસાસ થયો છે અને મામલો કેન્દ્ર વિરુદ્ધ રાજ્ય બની રહ્યો છે.

