ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કર્યા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કઝાનમાં 16મી બ્રિક્સ સમિટ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE), ઇજિપ્ત અને કઝાકિસ્તાનના રાષ્ટ્રપતિઓને પણ મળ્યા હતા. તેઓ સૌપ્રથમ UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનને મળ્યા હતા. હૂંફ અને હાસ્ય વચ્ચે બંને નેતાઓએ એકબીજાના ખબર-અંતર પૂછ્યા. ભારત-યુએઈ સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.