Get App

Farmer News: ગુજરાત સરકારે ખેડૂતોને મળતી સહાયને લઈને લીધો મોટો નિર્ણય, એક ક્લિકે પર જ ઉપલબ્ધ થશે સુવિધા

Farmer News: ખેડૂતોના હિતમાં સરકાર અનેક પગલા લેતી હોય છે, ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે

MoneyControl Newsઅપડેટેડ Aug 04, 2023 પર 11:00 AM
Farmer News: ગુજરાત સરકારે ખેડૂતોને મળતી સહાયને લઈને લીધો મોટો નિર્ણય, એક ક્લિકે પર જ ઉપલબ્ધ થશે સુવિધાFarmer News: ગુજરાત સરકારે ખેડૂતોને મળતી સહાયને લઈને લીધો મોટો નિર્ણય, એક ક્લિકે પર જ ઉપલબ્ધ થશે સુવિધા
ખેતી કામ માટે ઉપયોગી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી તારિખ ૭ ઓગષ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવશે.

Farmer News: ખેડૂતોને મદદરૂપ થવા રાજ્ય સરકાર અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ ખેડૂતોને સહાય આપે છે અને આ સહાય મેળવવા રાજ્યના ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની હોય છે. ખેતી કામ માટે ઉપયોગી તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા વિવિધ ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો અરજી કરી શકે તે માટે આગામી તારિખ ૭ ઓગષ્ટથી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવામાં આવશે.

લિસ્ટમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોને ખેતીવાડી ખાતાના તાડપત્રી, પંપસેટ, પાક સંરક્ષણ સાધનો, વોટર કેરીંગ પાઇપલાઇન, પાક મૂલ્યવૃદ્ધિ અને એગ્રો સર્વિસ પ્રોવાઇડર જેવા ઘટકો માટે અરજીઓ મેળવવા આઇ ખેડુત પોર્ટલ તારીખ 07 ઓગષ્ટ 2023ને સોમવારના રોજ સવારે 10.30 કલાકથી ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકવામાં આવશે.

ચાલુ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાનાં ટાર્ગેટની 110 ટકા લિમિટમાં વહેલા તે પહેલાના ધોરણે એપ્લિકેશન ઓનલાઇન થાય તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ ખેડૂતોએ આ ઘટકોમાં લાભ મેળવવા ઓનલાઇન અરજી કરીને અરજીની નકલ પોતાની પાસે રાખવાની રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

જમીનધારકોના કબજાહક્ક હાલની જંત્રીના 20ટકા વસૂલીને થશે નિયમબદ્ધ

બધા સમાચાર

+ વધુુ વાંચો