નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું છે કે જીએસટીમાં ભ્રષ્ટાચાર સહન કરવામાં આવશે નહીં. આજે ગાઝિયાબાદમાં CGST ભવનના ઉદ્ઘાટન પ્રસંગે બોલતા, નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ દિવાળીએ છેલ્લા એક દાયકામાં સૌથી વધુ વેચાણ જોવા મળ્યું છે. જોકે, CBIC અધિકારીઓએ GST ઘટાડાનો લાભ લોકોને મળતો રહે તે માટે સતત તકેદારી રાખવી જોઈએ. નાણામંત્રીએ એવી પણ જાહેરાત કરી હતી કે નવેમ્બરમાં ઓટોમેટિક GST નોંધણી શરૂ કરવામાં આવશે.

