GDP growth: નાણામંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે બાસ્કેટ આધારિત પરિપ્રેક્ષ્યમાં ફુગાવો સ્થિર રહ્યો છે. બીજી તરફ અસામાન્ય સંજોગોને કારણે ટામેટા કે ડુંગળી જેવી ચીજવસ્તુઓના ભાવમાં અચાનક વધારો થતાં મોંઘવારીમાં તેજી આવી છે. જે વિસ્તારોમાં તેમની ખેતી કરવામાં આવે છે ત્યાં વધુ પડતા અથવા ઓછા વરસાદને કારણે તેમના ભાવમાં તીવ્ર વધઘટ જોવા મળે છે. ચોમાસાની નિષ્ફળતા અને અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓને કારણે ટૂંકા ગાળામાં નાશવંત વસ્તુઓ અને શાકભાજીના ભાવમાં 100 થી 200 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે એકંદર મોંઘવારી દરમાં વધારો થયો હતો. પરંતુ જો આપણે આ વસ્તુઓને બાકાત રાખીએ તો ફુગાવાનો દર સ્થિર રહ્યો છે. નાણામંત્રીએ ઈકોનોમિક ટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી.

