ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ નેટવર્ક (GSTN) એ ઉદ્યોગસાહસિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને સિસ્ટમમાં સુધારો કર્યો છે. હવે કંપનીના પ્રમોટરો અને ડિરેક્ટરો તેમના ગૃહ રાજ્યમાં જ GST રજિસ્ટ્રેશન પ્રોસેસ પૂર્ણ કરવા માટે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન પૂર્ણ કરી શકે છે. અગાઉ, GST રજિસ્ટ્રેશન મેળવવા માટે કંપનીના રજિસ્ટર્ડ અધિકારક્ષેત્રમાં GST સુવિધા કેન્દ્રની મુલાકાત લઈને OTP વેરિફિકેશન પ્રોસેસ અથવા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનની જરૂર પડતી હતી.