Indian Died In Russia: હૈદરાબાદના એક વ્યક્તિનું રશિયા-યુક્રેન યુદ્ધમાં મોત થયું છે. આ વ્યક્તિની ઓળખ મોહમ્મદ અસફાન તરીકે થઈ છે, જે રશિયન આર્મીમાં આસિસ્ટન્ટ તરીકે કામ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના સાથે લડવા માટે તેના એજન્ટ દ્વારા તેને છેતરપિંડીથી સહાયક તરીકે ભરતી કરવામાં આવ્યો હતો.

