Indian Shot Dead in Mexico: તાજેતરમાં જ મેક્સિકોમાં એક ભારતીય નાગરિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. મેક્સિકો સિટીમાં અજાણ્યા લૂંટારુઓ સાથે ગોળીબારમાં એક ભારતીયનું મોત થયું હતું અને અન્ય એક ભારતીય ઘાયલ થયો હતો. ભારતીય અધિકારીઓએ મેક્સિકોમાં તેમના સમકક્ષોને ગુનેગારોને વહેલામાં વહેલી તકે સજા કરવા માટે વિનંતી કરી છે. આ ઘટના શનિવારે બની હતી. હુમલાખોરોએ ભારતીય નાગરિકો પાસેથી US$10,000ની લૂંટ પણ કરી હતી. ભારતીય નાગરિકોની ઓળખ હજુ બાકી છે.

