ઇઝરાયલે ગયા વર્ષે 7 ઓક્ટોબરે થયેલા આતંકવાદી હુમલાનો બદલો લીધો છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા માર્યો ગયો છે. ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી છે. ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના જનસંપર્ક વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાનિયા અને તેના એક અંગરક્ષકની તેહરાન સ્થિત તેમના નિવાસસ્થાને હત્યા કરવામાં આવી છે. ઈસ્માઈલ હાનિયા આતંકી સંગઠન હમાસનો લીડર હતો. તેઓ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ માટે ઈરાનની મુલાકાતે હતો. આ પહેલા એપ્રિલમાં હનિયાના ત્રણ પુત્રો હવાઈ હુમલામાં માર્યા ગયા હતા.

