Kargil Vijay Diwas: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે કારગિલ વિજય દિવસ નિમિત્તે 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાન પર ભારતની જીત માટે પોતાના જીવનની આહુતિ આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તમને જણાવી દઈએ કે, 1999માં ભારતીય સેનાએ લદ્દાખના મહત્વના શિખરો પર ગેરકાયદેસર રીતે કબજો જમાવનાર પાકિસ્તાની સેનાને ભગાડવા માટે ઉગ્ર વળતો હુમલો કર્યો હતો. કારગિલ વિજય દિવસ તેના પાડોશી પર ભારતની જીતને યાદ કરવા માટે ઉજવવામાં આવે છે.

