અમદાવાદમાં ખ્યાતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી બાદ બે દર્દીઓના મોતના કેસમાં વસ્ત્રાપુર પોલીસે આરોપી ડોક્ટર ડો.પ્રશાંત વજીરાનીની ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાં કોર્ટે તેને 7 દિવસના રિમાન્ડ પર પોલીસને સોંપ્યો હતો. આ કેસમાં હોસ્પિટલના ડાયરેક્ટર કાર્તિક પટેલ, ડો.સંજય પટોલિયા, સીઈઓ ચિરાગ રાજપૂત અને ડિરેક્ટર રાજશ્રી કોઠારી ફરાર છે. ક્રાઈમ બ્રાન્ચ, ઝોન-1 LCBની ટીમો પણ આ તમામની શોધમાં લાગેલી છે.

