Petrol-Diesel Price Forecast: મોંઘવારીના માર વચ્ચે સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જો તમે વાહનચાલક હોવ અને પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવથી પરેશાન હોવ, તો આવનારો સમય તમારા ખિસ્સા પરનો બોજ હળવો કરી શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રિસર્ચના તાજેતરના વિશ્લેષણ મુજબ, વર્ષ 2026માં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો થવાની પ્રબળ શક્યતાઓ છે.

