પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 26 ઓગસ્ટ 2025 ના રોજ ગુજરાતના અમદાવાદ જિલ્લાના હાંસલપુર ખાતે સ્થિત મારુતિ સુઝુકી પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે રોકાણકારોની જૂની મુશ્કેલીઓ દૂર કરી છે. ભારત ઉત્પાદન અને વિકાસ માટે સક્ષમ છે. ભારત સ્વચ્છ ઉર્જા અને ગતિશીલતાનું વિશ્વસનીય કેન્દ્ર છે. મારુતિએ હાઇબ્રિડ એમ્બ્યુલન્સ EV બનાવીને બતાવ્યું છે. જૂના વાહનો અને એમ્બ્યુલન્સને હાઇબ્રિડ EV માં રૂપાંતરિત કરવામાં આવ્યા છે. EV (ઇલેક્ટ્રિક વ્હીકલ) ઘણી સમસ્યાઓનો નક્કર ઉકેલ છે. 3 જાપાની કંપનીઓ EV ઉત્પાદન વધારશે.