Get App

RBI Monetary Policy: સતત ચોથી વાર દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 6.50% પર યથાવત

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે કેન્દ્રીય બેન્કની મૉનેટરી પોલિસી કમેટીએ રેપો રેટમાં કોઈ પણ પ્રાકારનું ફેરફાર નથી કરવાનો નિર્ણય કર્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Oct 06, 2023 પર 10:45 AM
RBI Monetary Policy: સતત ચોથી વાર દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 6.50% પર યથાવતRBI Monetary Policy: સતત ચોથી વાર દરોમાં કોઈ ફેરફાર નહીં, રેપો રેટ 6.50% પર યથાવત
RBI Credit Policy: RBIએ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે.

RBI Credit Policy: RBIએ વ્યાજ દર કોઈ બદલાવ નથી કર્યો. આરબીઆઈએ રેપો રેટ 6.50% પર યથાવત રાખ્યો છે. MSF RATE & BANK RATE 6.75% પર યથાવત છે.

RBI ગવર્નર શક્તિકાંતા દાસે કહ્યુ કે આ નિર્ણયથી હોમલોનની ઈએમઆઈ પર કોઈ ફર્ક નથી પડ્યો. માર્કેટને આવુ જ અનુમાન હતુ કે આરબીઆઈ આ વખત પણ દરો યથાવત રાખશે. મોંઘવારીને લઈને આરબીઆઈ ગવર્નરે કહ્યુ કે તેના પર ફોક્સ બનેલો છે. તેમણે કહ્યુ કે ઘરેલૂ અને ગ્લોબલ સ્તર પર મોંઘવારીની ચિંતા હજુ પણ બનેલી છે. આ નાણાકીય વર્ષ 2024 ના અંત સુધી તેનો નક્કી ટાર્ગેટ 4 ટકાની પાર રહેવાનું અનુમાન છે. જીડીપીને લઈને MPC (મૉનિટરી પૉલિસી કમેટી) નું અનુમાન છે કે આ નાણાકીય વર્ષ 6.5 ટકાના દરથી વધશે.

કેન્દ્રીય બેંક આરબીઆઈએ મે 2022 થી ફેબ્રુઆરી 2023 ની વચ્ચે રેપો રેટમાં સતત 6 વાર વધારો કર્યો હતો. મે 2022 માં તેને 4 ટકાથી વધારીને 4.90 ટકા કર્યો હતો અને હવે તે 6.50 ટકા પર છે. અંતમાં ફેબ્રુઆરી 2023 માં તેને 6.25 ટકાથી વધારીને 6.50 ટકા પર કરવામાં આવ્યો હતો. ત્યારબાદથી આજે સતત ચોથી વાર તેમાં કોઈ બદલાવ થયો નથી. મે 2022 ની પહેલા વાત કરીએ તો મે 2020 માં રેપોરેટને 4.40 ટકાથી ઘટાડીને 4 ટકા કરી દેવામાં આવ્યો હતો અને ત્યાર બાદથી કોવિડ વધારે વધ્યો મોંઘવારી દરના ચાલતા લાંબા સમય સુધી તેમાં કોઈ બદલાવ થયો નથી.

છેલ્લા MPC માં શું નિર્ણય થયો હતો

બધા સમાચાર

+ વધુુ વાંચો