Get App

Gujarat News: ગાંધીનગરમાં સચિવાલયના કર્મચારીઓ માટે મોટો નિર્ણય, હવે નહીં ચાલે લાલિયાવાડી..!

Gujarat News: હવે મોડા પડશો તો નહીં ચાલે! અસરકારક રીતે કર્મચારીઓની હાજરીનું મોનિટરિંગ કરવા માટે ખાસ નિર્ણય લેવાયો છે, જીએડી વિભાગ દ્વારા એક વિશેષ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો

MoneyControl Newsઅપડેટેડ Oct 17, 2023 પર 11:19 AM
Gujarat News: ગાંધીનગરમાં સચિવાલયના કર્મચારીઓ માટે મોટો નિર્ણય, હવે નહીં ચાલે લાલિયાવાડી..!Gujarat News: ગાંધીનગરમાં સચિવાલયના કર્મચારીઓ માટે મોટો નિર્ણય, હવે નહીં ચાલે લાલિયાવાડી..!
Gujarat News: સચિવાલયના દરવાજા ખોલવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

Gujarat News: રાજ્યના જીએડી વિભાગ દ્વારા આજે એક વિશેષ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. સચિવાલયના કર્મચારીઓને સચિવાલયમાં પ્રવેશ મેળવવા માટે ખૂબ લાંબુ ચક્કર કાપવું પડતું હતું. આ ચક્કરના પરિણામે કર્મચારીઓ કચેરીમાં મોડા પહોંચતા હોવાનું સરકારના ધ્યાન ઉપર આવ્યું હતું. સરકારના કર્મચારી મહામંડળ દ્વારા આ મામલે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે, આવું ચક્કર કાપવાના પરિણામે કર્મચારીઓ મોડા પડી રહ્યા છે. તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને હવે અસરકારક રીતે કર્મચારીની હાજરીનું મોનિટરિંગ કરવા માટે દરવાજા પણ ખોલવાનો નિર્ણય કર્યો છે.

સચિવાલયના દરવાજા ખોલવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં ગેટ નંબર સાત ઉપરથી જ સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા કર્મચારી અને અધિકારીઓને ઓળખકાર્ડના આધારે સવારે 10થી 11 દરમિયાન પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ગેટ નંબર એક તથા ચાર બહાર નીકળવા માટે જે હાલની સ્થિતિ છે તે યથાવત ચાલુ રાખવામાં આવી છે. સાંજના સમયે 5: 45થી 6:45 દરમિયાન ગેટ નંબર સાત ઉપરથી પણ બહાર નીકળી શકાશે.

ગુજરાત સરકારના રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આ મામલે અવારનવાર રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા આ દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ દરવાજા બંધ રહેવાના કારણે કર્મચારીઓ અને અધિકારીઓને ખૂબ જ લાંબો ચક્કર કાપવું પડતું હતું જે હવે કાપવું પડશે નહીં. આ ઉપરાંત કર્મચારીઓને હવે ઓફિસમાં સમયસર હાજર થવાનું રહેશે. એટલું જ નહીં, પરંતુ એમની હાજરીનું મોનિટરિંગ અસરકારક રીતે કરવામાં આવશે.

બધા સમાચાર

+ વધુુ વાંચો