Sri Lanka Economic crisis: આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ એક નવા પડકારનો સામનો કર્યો છે. આ પડકાર ચીન દ્વારા બનાવવામાં આવ્યો છે, જેણે શ્રીલંકાને સૌથી વધુ લોન આપી છે. શ્રીલંકા પોતાને આર્થિક સંકટમાંથી બહાર કાઢવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) પાસેથી $3 બિલિયનનું બેલઆઉટ પેકેજ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ પેકેજનો પ્રથમ હપ્તો પણ બહાર પાડવામાં આવ્યો છે. પરંતુ નિક્કી એશિયાના એક રિપોર્ટ અનુસાર, ચીન નથી ઈચ્છતું કે શ્રીલંકાને આ સંપૂર્ણ પેકેજ મળે અને તે તેના માર્ગમાં અવરોધો મૂકી રહ્યું છે.

