સરકારે બે મોટા નિર્ણયો લીધા. આમાંથી એક ખેડૂતો (ખાસ કરીને શેરડીના ખેડૂતો) સાથે સંબંધિત છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ઇથેનોલના ભાવમાં વધારો કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 20222-23 ઇથેનોલ સપ્લાય વર્ષ (નવેમ્બર-ઓક્ટોબર)થી તેમાં વધારો કરવામાં આવ્યો ન હતો. બીજો નિર્ણય ખનિજ મિશન સંબંધિત છે. સરકારે 16,300 કરોડ રૂપિયાના ખનિજ મિશનને મંજૂરી આપી. આ કેબિનેટ બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

