બાંગ્લાદેશની વચગાળાની સરકારે જણાવ્યું હતું કે તે માનવતા વિરુદ્ધના કથિત અપરાધો માટે ટ્રાયલનો સામનો કરવા માટે હકાલપટ્ટી કરાયેલા વડા પ્રધાન શેખ હસીના અને અન્ય ભાગેડુઓને ભારતમાંથી પરત લાવવા માટે ઇન્ટરપોલની મદદ લેશે. હસીના અને તેમની પાર્ટીના નેતાઓ પર ક્વોટા સિસ્ટમ વિરુદ્ધ શરૂ થયેલા વિદ્યાર્થીઓના આંદોલનને બળપૂર્વક દબાવવાનો આદેશ આપવાનો આરોપ છે. જેના કારણે આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં વિરોધ પ્રદર્શન દરમિયાન અનેક જાનહાનિ થઈ હતી.

