વિશ્વમાં અબજોપતિઓની કુલ સંપત્તિ છેલ્લા 10 વર્ષમાં 121 ટકા વધીને 14 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. આમાં, ટેક અબજોપતિઓની તિજોરી સૌથી ઝડપથી ભરાઈ રહી છે. સ્વિસ બેન્ક UBS એ પોતાના લેટેસ્ટ રિપોર્ટમાં આ જાણકારી આપી છે. સ્વિટ્ઝર્લૅન્ડની સૌથી મોટી બેન્ક UBS એ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ડૉલર અબજોપતિઓની સંખ્યા 1,757 થી વધીને 2,682 થઈ છે, જે 2021 માં 2,686 પર પહોંચી ગઈ છે, જાપાન ટુડેએ અહેવાલ આપ્યો છે. UBSનો વાર્ષિક બિલિયોનેર એમ્બિશન રિપોર્ટ જણાવે છે કે અબજોપતિઓએ પાછલા દાયકામાં વૈશ્વિક ઇક્વિટી બજારોને પાછળ રાખી દીધા છે.