Get App

Valsad News: વલસાડના કપરાડામાં ભેદી આંચકા, જમીનમાં પડી તિરાડો, તંત્રની ટીમો થઈ દોડતી

Valsad News: કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામના કુજવેરી ફરિયામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ જેવા ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 15, 2023 પર 2:19 PM
Valsad News: વલસાડના કપરાડામાં ભેદી આંચકા, જમીનમાં પડી તિરાડો, તંત્રની ટીમો થઈ દોડતીValsad News: વલસાડના કપરાડામાં ભેદી આંચકા, જમીનમાં પડી તિરાડો, તંત્રની ટીમો થઈ દોડતી
Valsad News: તાલુકામાં જાણ થતાં જ તંત્રની ટીમો પણ દોડતી થઈ છે.

Valsad News: જિલ્લાના કપરાડા તાલુકાના વાડી ગામમાં છેલ્લા કેટલાક સમયથી ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે. આથી ગામમાં ભયનો માહોલ છે. આ આંચકાઓને કારણે ગામમાં જમીનમાં 500 મીટર જેટલી લાંબી તિરાડ પડી છે. આથી લોકોમાં ભયનો માહોલ છે. તાલુકામાં જાણ થતાં જ તંત્રની ટીમો પણ દોડતી થઈ છે. જો કે, હજુ સુધી આ આંચકા ભૂકંપના છે કે અન્ય કોઈ કારણ? તે જાણી શકાયું નથી.

બનાવની વિગત મુજબ, કપરાડા તાલુકાના છેવાડે આવેલા વાડી ગામના કુજવેરી ફરિયામાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપ જેવા ભેદી આંચકાઓ અનુભવાય રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી વધુ સમયથી ભેદી આંચકાઓના ચાલી રહેલા સિલસિલાને કારણે ગામમાં ઠેર ઠેર જમીનમાં લાંબી તિરાડો પડી છે. 500 મીટરથી વધુ લાંબી ભેદી તિરાડોને કારણે લોકોમાં ભયનો માહોલ છે.

ગામમાં અનુભવાય રહેલા ભેદી આજકાઓ અંગે સ્થાનિક લોકોએ તંત્રને ડિઝાસ્ટર વિભાગ અને તાલુકામાં જાણ કરતા સંબંધી વિભાગની ટીમો ગામની મુલાકાત લીધી હતી અને જે જમીનોમાં તિરાડ પડી હતી તેનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ તિરાડો પડવાનું અને આચકાઓનું સાચું કારણ શું છે? તે જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો