Weather Updates: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ સહિત દેશના ઘણા રાજ્યોમાં વરસાદે તબાહી મચાવી છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે. પ્રશાસને લોકો માટે એલર્ટ જાહેર કર્યું છે. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, દિલ્હીના જૂના રેલવે બ્રિજ વિસ્તારમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. બ્રિજ પર રેલ્વે અને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશના મંડીમાં ચંદીગઢ-મનાલી નેશનલ હાઈવે ભૂસ્ખલનના કારણે બંધ કરી દેવામાં આવ્યો છે.

