રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો અંત લાવવાની ચર્ચા થઈ રહી છે. સોમવારે અમેરિકા અને રશિયાના પ્રતિનિધિઓ વચ્ચે આ સંબંધિત એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ પહેલા રવિવારે યુક્રેન અને અમેરિકા વચ્ચે એક બેઠક થઈ હતી. યુક્રેનના સંરક્ષણ પ્રધાને રવિવારે જણાવ્યું હતું કે બેઠકમાં ઉર્જા સુવિધાઓ અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન, અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે યુદ્ધ સમાપ્ત થવાની શક્યતા અંગે આશાવાદ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું "મને લાગે છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શાંતિ ઇચ્છે છે," આમાં એક મહત્વપૂર્ણ પ્રગતિ જોવા મળશે. સ્વાભાવિક રીતે આપણે સંપૂર્ણ યુદ્ધવિરામ તરફ આગળ વધીશું.