7th pay commission DA Hike: કેન્દ્ર સરકારના કર્મચારીઓને જલ્દી જ સારા સમાચાર મળી શકે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 42 ટકાના દરે મોંઘવારી ભથ્થું (DA) મળી રહ્યું છે. કેન્દ્ર સરકાર ફરી એકવાર મોંઘવારી ભથ્થામાં જુલાઈમાં ડીએમાં 4 ટકાનો વધારો કરી શકે છે. જો આવું થાય તો ડીએ વધીને 48 ટકા થઈ શકે છે. પરંતુ શું તમે જાણો છો કે જો DA વધીને 50 ટકા થાય છે, તો તમારો પગાર કેટલો વધશે.

