Generic Aadhaar: જ્યારે અર્જુન દેશપાંડે 16 વર્ષના હતા ત્યારે તેમણે એક કંપનીનો પાયો નાખ્યો હતો જે બજાર કરતા સસ્તા ભાવે દવાઓ આપતી હતી. 21 વર્ષની ઉંમરે અર્જુન દેશપાંડે જેનરિક આધારના CEO છે. તેમની આ કંપની લોકોને 80-90% ડિસ્કાઉન્ટમાં જેનરિક દવાઓ આપે છે. મુંબઈ સ્થિત આ સ્ટાર્ટઅપની કિંમત હવે 500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કંપનીને હવે રતન ટાટાનો પણ સપોર્ટ મળ્યો છે.

